આ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી ના નિધિ શ્રીબાલકૃષ્ણલાલજી બિરાજે છે, એટલે વૈષ્ણવો ને ઝારીજી ભરવાની આજ્ઞા નથી. અહીંયા ફોટો કે વિડિઓ લેવાની મનાઈ છે.
આ બેઠકજી શ્રી મહાપ્રભુજીના સેવક નરહરિ જોશી અને તેમના ભાઈ જગનાથ જોશી ના ઘરમાં બિરાજે છે. તેમના વંશજો પરંપરાથી અહીં સેવા કરી રહ્યા છે.
એટલે આ બેઠકજી એક વિશેષ સ્થાન ધરાવે છે.
એક સમય જાગનાથ જોષીજીએ પોતાના સેવ્ય શ્રીબાલકૃષ્ણલાલજી ને તાતી (ગરમ) ખીર ધરી હતી, એનાથી પ્રભુના બન્ને હસ્ત લાલ થઇ ગયા. ત્યાર બાદ આજે પન પ્રભુના શ્રીઅંગ ઉપર ખીરના ચિન્હનાં દર્શન થાય છે.ત્યારથી આપડે ત્યાં ખીર જેવી સામગ્રી નવશેકી અથવા ઠંડી ધરવાની રીત છે.
શ્રી મહાપ્રભુજી પોતાની ત્રણે પરિક્રમા વખતે અહીં પધાર્યા હતા. પ્રથમ પરિક્રમા વખતે શ્રી મહાપ્રભુજીએ નરહરી જોશીને અને તેમની માતા ને શરણે લીધા હતા. આપશ્રીએ એમને માથે શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રીમદનમોહનજીની સેવા પધરાવી આપી હતી.શ્રીમહાપ્રભુજીએ તેમને આપના ઝારીજી પધરાવી આપ્યા હતા. એ ઝારીજીના દર્શન બેઠકજીમાં આજ સુધી થાય છે.
બીજજી પરિક્રમા વખતે શ્રીમહાપ્રભુજીએ શ્રી કૃષ્ણદેવરાઇએ ભેટ કરેલ ચમ્મર અને દંડ આજે પન બેઠકજી માં બિરાજે છે અને વૈષ્નવોને તેના દર્શન થાય છે.
ત્રીજી પરિક્રમા વખતે શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી બાલાલકૃષ્ણલાજીની સેવા પધરાવી હતી. શ્રી મહાપ્રભુજીનાં હસ્તાક્ષર અને ભગવતજી ના પોથીજી દર્શન માટે અહીં બિરાજે છે.
જયારે શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા હતા, ત્યારે આપશ્રી પાસેના વનમાં બિરાજ્યા , જેને વ્રીન્દાવન કહેવાય છે.
જગન્નાથ જોશીની માતા ત્યાં જળ ભરવા આવતા હતા, ત્યારે તેમને શ્રી મહાપ્રભુજી ના દર્શન સાક્ષાત પુરુણપુરુષોત્તમ તરીકે થયા. ત્યારે આપશ્રીને શરણે લેવા વિનતી કરી.શ્રી મહાપ્રભુજીએ તેમને અને તેમના પુત્રો ને સેવક કરિયા.
શ્રી મહાપ્રભુજી તેમના ભાવ થી અતિ પ્રસન્ન થયા અને તેમને ઘેર શ્રીમદ ભાગવત પારાયણ કર્યુ. આપશ્રીએ યુગલગીતના શ્લોક નું વીવેચન પન કર્યું અને શ્રી સુબોધિનીજી ની કથા પન કેહતા.
આ બેઠકજી માં શ્રી મહાપ્રભુજીના નિધિ અને આપશ્રીનું સાહિત્ય બિરાજે છે એટલે ખાલી ગોસ્વામી બાળકોજ સેવા કરી શકે છે. વૈષ્ણવો ને બહારની કોરી સેવાનો અને દર્શનનો અધિકાર છે.
Iશ્રી મહાપ્રભુજી અહીં થી સિદ્ધપુર પધાર્યા.