પ્રભાસ પાટણ

    શ્રી મહાપ્રભુજી જ્યારે તેમના સેવકો સાથે અહીં પધાર્યા, ત્યારે તેઓ પીપળના ઝાડ નીચે બિરાજ્યા. શ્રી મહાપ્રભુજીએ સ્થાનનો મહિમા સમજાવ્યો કેયાદવસ્થલી ’(યાદવ વચ્ચેની લડાઈ ભુમી ) હતી. યુદ્ધની સમાપ્તિ પછી, શ્રી બલરામજીએ પોતાનું મૂળ સ્વરૂપ લઈ ગોલકધામ પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણે પણ અહીંદેહોત્સર્ગમાં ભૌતિક દેહ ત્યાગ કરિયો હતો. તેથી, આવા ભવ્ય સ્થાનમાં, આપણે નિશ્ચિતરૂપે શ્રી ભાગવત પુરાણ કરીશું. ”

     

    શ્રી સોમનાથ મહાદેવજી દરરોજ શ્રી ભાગવત પુરાણ સાંભળવા પધારતા. દરેક દિવસના અંતે, મહાદેવજી પોતાના મંદિરે પાછા પધારતા. શ્રી મહાદેવજીના એક કૃપાપાત્ર સેવક હતા, જે તેમના દર્શન કર્યા પછીજ દૈનિક ભોજન લેતા. શ્રી ભાગવત પુરાણના પહેલા દિવસે તે સેવક શ્રી મહાદેવજીના દર્શન કરી શક્યા નહીં. તેથી તે ત્રણ પ્રહરથી રાહ જોતા હતા. શ્રી મહાદેવજી મંદિરમાં પાછા પધાર્યા, ત્યારે તેમના સેવકે આખો દિવસ તેમની ગેરહાજરી વિશે પૂછ્યું. શ્રી મહાદેવજીએ જવાબ આપ્યો, "શ્રી મહાપ્રભુજી અહીં બિરાજે છે, અને હું શ્રી ભાગવત પુરાણ સાંભળવા ગયો હતો."

     

    તે સમયે સેવકે કહ્યું, "મારે પણ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા છે." શ્રી મહાદેવજીએ કહ્યું, “દેહોત્સર્ગ સ્થળ પર જાઓત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તેમના દર્શન કરો અને આશ્રય લો. ” તેક્ષણે તે શ્રી મહાપ્રભુજી પાસે ગયા અને સેવક કરવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને સ્નાન કરવાની આજ્ઞા કરીનામ મંત્ર અને તુલસીની માળા આપી તેમને વૈષ્ણવ બનાવ્યો. શ્રી ભાગવત પુરાણના અંત પછી, શ્રી મહાપ્રભુજીએ પંચતીર્થની પરિક્રમા કરી અને વિસ્તારમાં રહેતા ઘણા જીવોને મુક્તિ આપી હતી.


This page was last updated on 26 ફેબ્રુઆરી 2020.