પ્રાચીન સમયમાં સિદ્ધપુર એક સિદ્ધ શેત્ર ગણાતું હતું જ્યાં સરસ્વતીજીના કિનારે ઘણા રીષીઓના આશ્રમ હતા.
અહીંયા બ્રહ્માજી ના પુત્ર કર્દમ રિશી નો આશ્રમ છે. જેમના પુત્ર કપિલદેવજીએ તેમની માતા દેવહૂતીજીને મોક્ષ પ્રદાન કર્યો હતો.એમનો આશ્રમ બિંદુ સરોવર ના કિનારે હતો.એમ કહેવાય છે કે બિંદુ સરોવર પ્રભુ ના હર્ષના આંસુથી પ્રગટ થયો હતો.
જયારે શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આપે ડામોરદાસજીને આ સ્થાન નો મહિમા સમજાવતા આજ્ઞા કરી કે "આ સ્થાને કપિલદેવજીએ એમની માતા દેવહૂતીજી ને સાંખ્ય યોગ નો ઉપદેશ કર્યો હતો".દેવહૂતીજી જળ સ્વરૂપે સરોવર માં પધાર્યા હતા.
શ્રી મહાપ્રભુજીએ બિંદુ સરોવરમાં સ્નાન કરી અને ભાગવત પારાયણ કર્યું હતું.
આ સ્થાનમાં માયાવાદી પંડિતો શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રત કરવા આવ્યા ત્યારે આપશ્રી સર્વે ઉપર વિજય પામ્યા હતા અને "સુદ્ધાંદ્વૈત બ્રહ્મવાદ "ની સ્થાપના કરી તેમને શરણે લીધા.