તારીખ: ગુરુવાર 29 ઓગસ્ટ 2024
જે આ નામ તરીકે પણ ઓળખાય છે: અન્નદા એકાદશ
શ્રીમદ ભગવત ગીતામાં એક બ્રાહ્મણની વાર્તા છે જેનું નામ અજામલી છે. તેના લગ્ન સારા ધાર્મિક પરિવારમાં થયા હતા. અને તેમ છતાં, તેને એક વૈશ્યા સાથે પ્રેમ થયો, તે ખૂબ જ પાપી બન્યો અને તેની સાથે તેને દસ બાળકો થયા. તેનો સૌથી નાનો પુત્ર જેનું નામ નારાયણ હતું તે તેનો સૌથી પ્રિય પુત્ર હતો. અજામલીના મૃત્યુના સમયે, તેના અંતિમ શ્વાસ પર, તેણે તેના સૌથી નાના પુત્ર, નારાયણને બોલાવ્યો. માત્ર "નારાયણ" શબ્દ ઉચ્ચારવાને લીધે, ભગવાનની અપાર કૃપાથી તેને મોક્ષ મળ્યો. આ દિવસને હવે “અજા એકાદશી” પણ કહેવામાં આવે છે.
શ્રી મહાપ્રભુજીએ "શ્રી કૃષ્ણાશ્રય"ના 7મા શ્લોકની એક પંક્તિમાં "ઉલ્લેખ કર્યો છે:
"અજામિલાદિ-દોષનામ, નાશકોનુભવે સ્થિતઃ;
જ્ઞાનપીતાખિલ-મહાત્મ્યઃ, કૃષ્ણ એવ ગતિર્મમ"
અર્થ:
ભક્તજન તેમને અજામલી અને તેના જેવા અન્ય પાપીઓની અશુદ્ધિઓ દૂર કરનાર તરીકે ઓળખે છે અને આ રીતે તેમણે પોતાની સંપૂર્ણ પ્રતિષ્ઠા પ્રગટ કરી છે. માત્ર કૃષ્ણ જ મારું આશ્રય છે.
આ કળિયુગમાં, ભગવાનના નામનો જપ કરવાથી પણ તમને મોક્ષ મળી શકે છે. જો કર્મનો વિચાર કરીએ તો, છ પ્રકારની શુદ્ધિ અને ચાર પ્રકારના મોક્ષ (મુક્તિ) છે. પરંતુ, આ કળિયુગમાં તેને પ્રાપ્ત કરી શકાતું નથી, પરંતુ જો કોઈ સાધન બળ દ્વારા તેને કોઈ પ્રાપ્ત કરે, તો તેનો અંત દુઃખ હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ નિઃસંતાન હોય, અને કોઈ સાધન અથવા મંત્રની શક્તિથી તેઓ ઈચ્છીત બાળક મેળવી શકે છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથામાં કહેવાયું છે કે તેઓ નિઃસંતાન હતા. તેને પુત્રની એટલી ઈચ્છા હતી કે મંત્રની શક્તિથી તે ધંધુકારી નામના પુત્રનો પિતા બન્યો. કારણ કે, તેને મંત્રોની શક્તિથી પુત્ર પ્રાપ્ત થયો હતો, ધંધુકારી દુષ્ટ બન્યો અને તેથી આત્મદેવનું જીવન ખૂબ જ પરેશાન અને ઉદાસીથી ભરેલું રહેતું.
આથી જ શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે દરેક સમયે પ્રભુનો આશ્રય લેવો જોઈએ.
આ એકાદશીનું બીજી રીતે વર્ણન
બ્રહ્મવૈવર્ત પુરાણમાં, શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો એક સંવાદ છે. “આ પવિત્ર એકાદશી જે તમારા બધા પાપોનો નાશ કરે છે તે અન્નદા એકાદશી તરીકે પણ ઓળખાય છે. જેઓ અન્નદા એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન ઋષિકેશની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે, તેઓ તેમના પાપોમાંથી મુક્ત થઈ શકે છે.”
પ્રાચીન સમયમાં, એક રાજા હરિશ્ચંદ્ર હતા. તે પ્રામાણિક, ઉદાર રાજા હતા અને તેમની પ્રજા સમૃદ્ધિ અને શાંતિ સાથે જીવતી હતી. આ દંતકથા અનુસાર, રાજા હરિશ્ચંદ્રએ તેનું રાજ્ય જતું કરી દીધું, તેનું કુટુંબ વેંચી દીધું, અને ગુલામ બનવા માટે સંમત થયા – કારણ કે તેમણે ઋષિ વિશ્વામિત્રની સાથે પાપ કર્યું હતું.
રાજા ઘણા વર્ષો સુધી ગુલામ હતા. આ વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે તેમના ધર્મ અને સિદ્ધાંતોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યુ. એક વખત રાજા ચિંતામાં હતા અને વિચારી રહ્યા હતા કે આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? તે સમયે, ગૌતમ ઋષિ રાજાની સામે આવ્યા. મહાન ઋષિને જોયા પછી રાજાએ વિચાર્યું કે પ્રભુ બ્રહ્માએ તેમના માટે ઋષિને મોકલ્યા હશે. તેણે ઋષિને પ્રણામ કર્યા અને તેની દુઃખદ વાત કરી.
ઋષિએ કહ્યું, “શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ખૂબ જ પવિત્ર છે અને તે પાપોને દૂર કરે છે. આ એકાદશી ટૂંક સમયમાં આવશે. આ એકાદશી પર વ્રત અને જાગરણ કરશો. તે તમારા બધા પાપોને દૂર કરશે. પ્રિય રાજા, હું અહીં ફક્ત તમારા માટે આવ્યો છું." આ કહ્યા પછી ઋષિ અદૃશ્ય થઈ ગયા. પછી, રાજાએ અન્નદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું અને તેના બધા પાપો દૂર થઈ ગયા.
શ્રી કૃષ્ણએ તેમની વાતચીતનો અંત કર્યો અને કહ્યું, “મહારાજ યુધિષ્ઠિર, આ એકાદશી ખૂબ જ શક્તિશાળી છે. તેની શક્તિથી કોઈપણ વ્યક્તિ તેની બધી મુશ્કેલીઓ અને પાપોને દૂર કરી શકે છે. આ એકાદશીના કારણે રાજા હરિશ્ચંદ્ર ફરી તેમની પત્નીને મળ્યા અને તેમનો મૃત પુત્ર ફરીથી જીવંત થયો. તેથી જે લોકો અન્નદા એકાદશીનું વ્રત કરે છે, તેમના બધા પાપો દૂર થાય છે અને તેઓને સ્વર્ગમાં સ્થાન મળે છે."
આચાર્ય ગોસ્વામી શ્રી યોગેશ કુમાર મહારાજશ્રી (યદુ રાયજી), કાંદિવલી વિશે
મહારાજશ્રી એ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની 15 મી પેઢીના સીધા વંશજ છે. હાલમાં તે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહે છે.
ઘણા વર્ષોથી, મહારાજશ્રી વિશ્વભરમાં પોતાના પ્રવાસ વડે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ઉપદેશનો પ્રચાર કરી રહ્યા છે. તેમણે યુએસએ, કેનેડા, યુકે, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા, યુએઈ, બહેરીન, મસ્કત, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અસંખ્ય પ્રશિક્ષણો, પ્રવચનો અને કાર્યક્રમો યોજ્યા છે.
પુષ્ટિમાર્ગના દૈવી સિદ્ધાંતો પરનું તેમનું શિક્ષણ વિદેશમાં રહેતા વૈષ્ણવો માટેના સેવા પ્રોટોકોલની વ્યવહારિક અને સરળ સમજૂતી માટે પ્રખ્યાત છે.