તારીખ: શનિવાર 14 સપ્ટેમ્બર 2024
જે આ અન્ય નામથી પણ ઓળખાય છે: વામન, પરિવર્તિની અથવા પાર્શ્વ એકાદશી
પુષ્ટિ માર્ગમાં દાન એકાદશીનું ઘણું મહત્વ છે. આ દિવસે ગોપીજનો અને શ્રી કૃષ્ણ વચ્ચે અદ્ભુત દાન લીલા રચાઈ રહી હતી. પ્રાચીન કાળમાં, રાજા દ્વારા તેના રાજ્યમાં તેની તમામ પ્રજા પાસેથી વેચી શકાય તેવી વસ્તુઓ પર દાન (જે હવે જકાત વેરો કે કર તરીકે ઓળખાય છે) લેવામાં આવતું. વ્રજના રાજા શ્રી નંદરાયજી હતા. અને તેથી જ શ્રી ઠાકોરજી, વ્રજમાં રહેતા તમામ લોકો પાસેથી દાન એકત્રિત કરવા માટે હકદાર હતા.
એ સમયે, વ્રજના લોકો મોટે ભાગે દૂધ ઉત્પાદો જેમ કે દહીં, માખણ અને ઘી વેચીને (મથુરા જેવા મોટા સ્થાનિક નગરોમાં) પોતાનું ગુજરાન ચલાવતા. અને આમાંથી જ તેઓ દાનની રકમ પણ ચૂકવતાં. દાન આપવાની આવી પરંપરાને દૂર કરવા માટે, શ્રી ઠાકોરજીએ (તેમના મિત્રો અને વાંદરાઓ સાથે મળીને) વ્રજની સ્ત્રીઓના દહીંના માટીના વાસણો તોડી નાખ્યાં અને તેઓનું દહીં લૂંટી લીધું. જેથી વ્રજથી મથુરામાં થતી આ ઉત્પાદનોની નિકાસ બંધ થઈ ગઈ.
આ કરવા પાછળ શ્રી ઠાકોરજીનો એક જ હેતુ હતો, વ્રજના લોકોમાં પોતાના પ્રત્યે વિશ્વાસ કેળવવાનો. શ્રી ઠાકોરજી આપણને દાન લીલામાં કહે છે, “તમે મને દરેક ઇન્દ્રિયોનું દાન કરો. તમારાં નયનોથી મારું દર્શન સદા કરો, તમારી જીભથી મારું નામ જપો, અને તમારા કાનોથી ભગવાનની કથા અને મારી લીલા સાંભળો. હું ફક્ત તમારાં હૃદય અને આત્માનું દાન માંગું છું."
શ્રી ગુસાઈજીએ “દાન લીલા” નામનું પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકમાં મુખ્ય પાત્ર શ્રી ચંદ્રાવલીજી છે. તેઓ બીજા સ્વામિનીજી તરીકે પ્રખ્યાત છે. દૂધ એ સ્વામિનીજીનું અધરામૃત છે અને દહીં એ શ્રી ચંદ્રાવલીજીનું અધરામૃત છે. તેથી, આપણે શ્રી ઠાકોરજીને રાજભોગમાં દહીં ધરાવવું જોઈએ.