તારીખ: શુક્રવાર 16 ઓગસ્ટ 2024
જે આ નામો તરીકે પણ ઓળખાય છે: શ્રાવણ પુત્રદા એકાદશી અને પવિત્રોપન એકાદશી
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ એકાદશીસૌથી મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે પુષ્ટિમાર્ગની શરૂઆત થઈ હતી.
આ પૃથ્વી પર શ્રી મહાપ્રભુજીનો હેતુ એ શ્રી કૃષ્ણની સેવા દ્વારા દિવ્ય આત્માઓને મોક્ષ આપવાનો હતો. જયારે, તેમણે ભારતની આસપાસ તીર્થયાત્રા કરી ત્યારે તેમણે જોયું કે લોકો સત્ય, નૈતિકતા અને ધાર્મિક સિદ્ધાંતોના માર્ગથી દૂર જઈ રહ્યાં હતાં. અને આમ થવાનું મુખ્ય કારણ એ નીચે જણાવેલા પાંચ પ્રકારના દોષો હતાં જે વ્યક્તિની મૂર્ત આત્મામાં સમાવિષ્ટ હોઈ શકે છે:
આવી ચિંતા સાથે આ એકાદશીની રાત્રે શ્રીમદ્ ગોકુળમાં ગોવિંદ ઘાટ પર ચોંકર વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી વિશ્રામ કરી રહ્યા હતા. મધ્યરાત્રિની આસપાસ, શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મહાપ્રભુજીની સામે પ્રગટ થયા અને આજ્ઞા આપી કે “કોઈ પણ દિવ્ય વ્યક્તિના ઉદ્ધારની ચિંતા કરશો નહીં. જો તમે આવા વ્યક્તિને મારી સાથે બ્રહ્મસંબંધથી જોડશો તો હું તેમને તેમના દોષ સાથે સ્વીકાર કરીશ.” વાસ્તવમાં, શ્રી ઠાકોરજી (શ્રી ગોકુલ ચંદ્રમાજીના રૂપમાં) વચન આપી રહ્યા હતા કે તેઓ વ્યક્તિની ખામીઓ સાથે તેનો સ્વીકાર કરશે. તેઓને તેમના દોષથી મુક્ત કરવામાં આવશે જેથી તેઓ તેમની સેવા કરી શકે, અને આવી વ્યક્તિ હંમેશા તેમની જ બનીને રહેશે.
શ્રી મહાપ્રભુજી ખૂબ જ આનંદિત થયા, માત્ર એટલા માટે નહી કે શ્રી ઠાકોરજી બ્રહ્મસંબંધ ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે આશીર્વાદ સાથે ઉત્તમ માર્ગ આપી રહ્યા હતા, પરંતુ એટલા માટે કે તેમના પ્રિય તેમની સામે હતાઅને તેમને દર્શન આપ્યા હતા.
શ્રી મહાપ્રભુજીએ ત્યારબાદ શ્રી ઠાકોરજીને એક સૂત-પવિત્ર (108 ગાંઠનું અને કપાસના 360 દોરામાંથી બનાવેલ), મિશ્રી ભોગ અર્પણ કર્યું અને મધુરાષ્ટકમ વડે તેમના ગુણગાન ગાયા.
પવિત્રા એકાદશી એ પુષ્ટિમાર્ગનો જન્મ છે અને એવા વ્યક્તિઓ માટે શ્રી ઠાકોરજીની સેવા કરવાની અનુમતિ છે, જ્યાં વ્યક્તિમાં અનેક દોષો (અથવા ખામીઓ) હોય છે.
શ્રી મહાપ્રભુજીએ નજીકમાં સૂતેલા શ્રી દામોદરદાસ હરસાણીજીને, પૂછ્યું, "દામલા, તે કાંઈ સાંભળ્યું?" તેણે જવાબ આપ્યો, "કૃપાનાથ, મેં સાંભળ્યું, પણ કાંઈ સમજી શક્યો નહીં". આ જવાબના આધારે શ્રી મહાપ્રભુજીએ “સિદ્ધાંત રહસ્ય” ગ્રંથ લખ્યો અને તેના દ્વારા શ્રી દામોદરદાસ હરસાણીજીને શ્રી ઠાકોરજીના સ્વરૂપનું શાબ્દિક વર્ણન કર્યું. આ પછી પુષ્ટિમાર્ગના પ્રથમ ભક્ત શ્રી દામોદરદાસ હરસાણીજીને પ્રથમ બ્રહ્મ સંબધ આપવામાં આવ્યો.
બીજે જ દિવસે, દ્વાદશીના દિવસે, દામલાએ (શ્રી મહાપ્રભુજી પ્રેમથી તેમને આ નામથી બોલાવતા) શ્રી મહાપ્રભુજીને પવિત્રા અર્પણ કરી.
ત્યારથી, આપણે એકાદશીના દિવસે શ્રી ઠાકોરજીને અને દ્વાદશીના દિવસે આપણા ગુરુદેવને પવિત્રા અર્પણ કરીએ છીએ.
આચાર્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહારાજશ્રી વિશે (ઇન્દોર)
આચાર્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહારાજશ્રી એ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 16 મી પેઢીના સીધા વંશજ છે. આચાર્ય શ્રી ગોકુલોત્સવજી મહારાજશ્રી એ તેમના પિતા અને ગુરુ છે, જે વેદ, વેદાંતના પ્રસિદ્ધ વિદ્વાન અને વિશ્વ વિખ્યાત મૂર્ધન્ય શાસ્ત્રીય ગાયક અને પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર વિજેતા છે.
વ્રજોત્સવજી મહારાજ પાસે પુષ્ટિમાર્ગનું ધણું જ્ઞાન છે. ખાસ કરીને, ગાન, દ્વિપદી, ત્રિપદી, ચતુષ્પદી, શતપદી, અષ્ટપદી, હવેલી સંગીત અને ધ્રુપદ ધમારમાં તેમની કુશળતા ઊંડી અને વ્યાપક છે. તેમણે ખયાલ, ધ્રુપદ, રાગ માલા, તરણા, હવેલી પદ અને કવિતામાં 800 થી વધુ રચનાઓ બનાવી છે.
વ્રજોત્સવજી મહારાજ સામવેદ (તમામ સંગીતની માતા) અને કૃષ્ણ યજુર્વેદના પણ વિદ્વાન છે. પુષ્ટિમાર્ગના ગુરુ તરીકેની તેમની ફરજો ઉપરાંત, તેમણે વિશ્વભરમાં 60 થી વધુ પ્રાચીન વૈદિક સોમયજ્ઞો કર્યા છે. તેમણે વેદાંત, હિંદુ ફિલસૂફી અને સંગીત સહિતના વિવિધ વિષયો પર 20 થી વધુ પુસ્તકો લખ્યા છે.